બાબરા તાલુકા વહિવટી તંત્ર દ્વારા બાબરા તાલુકાના યોગ દિવસની ઉજવણી વડલી વાળા મેલડી માતાજી ધામ ખાતે કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. આજે વહેલી સવારે મોટી સંખ્યામાં તાલુકા અને શહેરમાંથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા વડીલો, યુવાનો, રાજકીય આગેવાનો, પત્રકારો, વિવિધ સમાજના આગેવાનો, અધિકારીઓ સહિતને મોટી સંખ્યામાં ઉમટી પડવા અનુરોધ કર્યો છે.