બાબરાના કરિયાણા રોડ પર રહેતા નિતીનભાઈ વિજયભાઈ ભાટવાસીયા (ઉ.વ.૧૯)એ વિપુલભાઈ બાબુભાઈ હાડગરડા તથા રાજુભાઈ વાઘાભાઈ હાડગરડા સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ છ મહિના પહેલા વિપુલભાઈની બહેન બાબતે થયેલા મનદુઃખની દાઝ રાખી તેઓ આખ્યાન જોવા જતાં હતા ત્યારે વિપુલ અને તેના બનેવીએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બેફામ ગાળો આપી તું કાલ સવાર થાય ત્યાં સુધીમાં બાબરા છોડી દેજે તેવી ધમકી આપી નાસી ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.