બાબરામાં અમરેલી રોડ પર સ્પીડબ્રેકર મુકવા બાબરા ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ મુન્નાભાઇ મલકાણ દ્વારા માર્ગ અને મકાન વ્યવહાર કેબિનેટમંત્રી પૂર્ણેશભાઇ મોદીને રજૂઆત કરવામાં આવી હતી. આ રોડ પર દવાખાનાઓ તેમજ શાળાઓ, ધાર્મિક સ્થળો વગેરે આવેલ હોય, જેના કારણે લોકો તથા વિદ્યાર્થીઓની સતત અવરજવર રહેતી હોય, અને આ રોડ રાજકોટ, ભાવનગર હાઇવેને જાડતો રોડ હોય વાહનોની પણ સતત અવરજવર રહેતી હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બને છે. આવી ઘટનાઓ નિવારવા સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી રજૂઆત મુન્નાભાઇ મલકાણ દ્વારા કરવામાં આવી હતી.