બાબરામાં દેશી દારૂ પીવાનું ચલણ વધ્યું હોય તેમ પ્યાસીઓને દારૂની પ્યાસ બુજાવવા માટે દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં બાબરા ગામે રહેતો સુરેશ વલકુ ચારોલીયા નામનો શખ્સ ૧૦ લિટર દેશી દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસને જાણ કરતાં પોલીસે આ શખ્સને ઝડપી પાડયો હતો.