બાબરામાંથી એક કિશોર પાંચ દિવસ પહેલા ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ બાદ મોબાઇલ લોકેશનના આધારે પોલીસે તેને શોધી કાઢ્યો હતો. જે બાદ તેણે માથું દુખતું હોવાથી દવા લેવા નીકળ્યો ત્યારે કંઈ ભાન નહીં રહેતા બોટાદ પહોચી ગયો હોવાનું જણાવ્યું હતું. બાબરામાં રહેતા પરપ્રાંતીય પરિવારમાં માસાના ઘરે રોકાવા આવેલો કિશોર પાંચ દિવસ પહેલા ઘરેથી દવા લેવા નીકળ્યા બાદ અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં સગીર પાસે મોબાઇલ હોવાથી તેનું લોકેશન બોટાદ મળ્યું હતું. જે બાદ બાબરા પોલીસે બાળકને બોટાદથી શોધી કાઢ્યો હતો. કિશોરને પૂછતાં તેણે માથું દુખતું હોવાથી દવા લેવા નીકળ્યો ત્યારે કંઈ ભાન નહીં રહેતા ગાડીમાં બેસી ગયો હતો અને બોટાદ પહોચી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. કિશોરનું પરિવાર સાથે ફરી મિલન થતાં પરિવારમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો.