શ્લોક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હિના પ્રાથમિક શાળા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય નીતિનભાઈ રાઠોડ, સમાજ અગ્રણી સુરેશભાઈ ધાખડા, ખાખરીયાના સરપંચ વિપુલભાઈ કાચેલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. નીતિનભાઈ રાઠોડ, ભાવેશભાઈ રાઠોડ અને નટુભાઈ જાસલિયાએ પ્રાસંગિક પ્રવચનોમાં શાળાની પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને
ઉત્કૃષ્ટ પરિણામોની માહિતી આપી હતી. શાળાના ધોરણ ૧ થી ૮માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.