બાબરાની જાણીતી એવી વિવેકાનંદ શાળાને વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લેવા બદલ રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે બાબરાના જાગૃત નાગરિક ભવાનભાઈ રાતડીયા દ્વારા વિવેકાનંદ શાળામાં ચાલતી ગેરરીતિ અંગે તંત્રને રજૂઆત કરાતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં શાળામાં ત્રીજો માળ ગેરકાયદે માલૂમ પડેલ. ત્રીજા માળની નગરપાલિકા પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવેલ નથી. ઉપરાંત ડે સ્કૂલની જોગવાઈ ન હોવા છતાં શાળા દ્વારા ડે- સ્કૂલ ચલાવવામાં આવે છે એવું સાબિત થયેલ અને શાળા પાસે ખુલાસો માંગેલ. જેના અનુસંધાને શાળા દ્વારા લેખિતમાં કહેવામાં આવેલ કે ડે સ્કૂલ વાલીની સંમતિ દ્વારા ચલાવવામાં આવે છે, શાળા દ્વારા વિદ્યાર્થીઓને ડે સ્કૂલમાં આવવાની ફરજ પાડવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ડે સ્કૂલમાં આવે છે.
આ માટેના સંમતિપત્રકો પણ શાળાએ કચેરીમાં રજૂ કર્યા હતા. આ ઉપરાંત ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ પાસેથી હ્લઇઝ્ર દ્વારા નક્કી કરેલ ફી કરતાં રૂ. ૨,૦૦૦ ની ફી વધુ લેવામાં આવે છે તેવું મદદનીશ શિક્ષણાધિકારીના તા. ૧૧/૧૧/૨૦૨૪ ના અહેવાલમાં સાબિત થયેલ. જેના અનુસંધાને શાળા દ્વારા જણાવવામાં આવેલ કે સદરહુ રૂ. ૨,૦૦૦ ની ફી પેપર લેખન માટે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે છે અને એ માટે વાલીઓના સંમતિપત્રક પણ શાળા દ્વારા રજૂ કરવામાં આવેલ. આ ખુલાસો વડી કચેરીએ ગ્રાહ્ય ન રાખતા હ્લઇઝ્ર કમિટી રાજકોટને જાણ કરતાં શાળાને રૂ. ૫૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવેલ છે.