રાજભવન ખાતે શિક્ષણ મંત્રીના હસ્તે ‘ગીતા ભૂષણ’ એવોર્ડ અને રૂ.૫૧,૦૦૦ના પુરસ્કારથી સન્માનિત . બાબરાના વતની અને સોલા ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થી ભદ્રાક્ષ હિતેશભાઈ રવૈયાએ નાની ઉંમરે આધ્યાત્મિક ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. સાત વર્ષ પૂર્વે માતાનું છત્ર ગુમાવવા છતાં, મક્કમ મનોબળ સાથે તેમણે ગીતાના ૧૮ અધ્યાય મુખપાઠ કરી કાંચીપુરમ ખાતેની રાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તાજેતરમાં રાજભવન ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાંઝાના હસ્તે તેમને ‘ગીતા ભૂષણ’ એવોર્ડ અને રૂ.૫૧,૦૦૦નું પ્રોત્સાહન અર્પણ કરાયું હતું. ૫ વર્ષના કઠોર પરિશ્રમ થકી મેળવેલી આ સફળતા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.