બાબરા તાલુકાના હાથીગઢ ગામે સમસ્ત ડેર પરિવાર દ્વારા માતાજીના મઢે નવરંગો માંડવો યોજાયો હતો. આ તકે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ હવનના પ્રસંગે સંતો મહંતો પધારેલા હતા. આઈશ્રી વાલબાઈ માતાજી શક્તિ ધામ ગરણી, પ્રભુદાસ બાપુ ચિતલ, વીહા આપા ડેર આશ્રમના મહંત તેમજ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, કમલેશભાઈ ગરણીયા, જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઈ રાઠોડ, મહેશભાઈ ભાયાણી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.