બાબરાના સુખપર ગામે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રથનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ હતુ. આ પ્રસંગે અધિકારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, ખાતર, બિયારણ અને દવાનો યોગ્ય છંટકાવ કેવી રીતે કરવો તે વિશે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં બાબરા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ગોવિંદભાઈ બાવળીયા, સુખપર ગામના સરપંચ વલ્લભભાઈ બારૈયા, પૂર્વ સરપંચ ગોરધનભાઈ ઝાપડિયા, કાનભાઈ શેખ, લાલભાઈ ગોહિલ, વિપુલભાઈ મોરી, જેરામભાઈ મકવાણા, કસાભાઈ ઝાપડિયા, વાઘજીભાઈ ઘોડા, તેજાભાઈ ઝાપડિયા સહિત આજુબાજુના ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.








































