બાબરા તાલુકાના સુકવળા ગામે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના વાડી વિસ્તારમાં ૩ લાખ રૂપિયાના ખર્ચે કોઝવે અને રૂપિયા બે લાખના ખર્ચે બનેલ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ.૧ લાખના ખર્ચે સીસી રોડ અને રૂ. ર.પ૦ લાખના ખર્ચે બ્લોક રોડનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત વિપક્ષી નેતા પ્રભાતભાઇ કોઠીવાળના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સરપંચ ચનાભાઇ મેટાળીયા, ભીમભાઇ ગઢવી, માનસિંહભાઇ, હરદેવભાઇ ચાવડા, બાઘાભાઇ સરલીયા, દેવશીબાપા તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી.