બાબરાના સમઢીયાળા ગામ નજીક બે દિવસ પહેલા મોડી રાતે એક ખાનગી કંપનીની પવનચક્કી અચાનક તૂટી પડી હતી. સમઢીયાળા અને નીલવડા ગામની વચ્ચે સ્થાપિત આ પવનચક્કીનો અડધો ભાગ ૬૬ કેવી વીજલાઇન પર પડ્‌યો હતો. આ કારણે તુરંત જ આગ લાગી હતી.
આગની જ્વાળાઓ બે કિલોમીટર દૂર સુધી દેખાઈ રહી હતી. દુર્ઘટનાના કારણે આસપાસની વીજલાઇનો બંધ થઈ ગઈ હતી. સમઢીયાળા અને આસપાસના વાડી-સીમ વિસ્તારમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો.