બાબરા તાલુકાના સમઢીયાળા ગામના મિલનભાઈ વાઘેલા બાઈક લઈને નીલવડા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાયે તેમને અડફેટમાં લીધા. ગાયે શીંગડા મારતા મિલનભાઈ ગંભીર રીતે ઘવાયા. તેમને પહેલા બાબરા અને પછી વધુ સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રખડતા પશુઓના ત્રાસ સામે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. રસ્તા પર રખડતા પશુઓ અવારનવાર રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું કરે છે. રસ્તા પરથી રખડતા પશુઓને હટાવવામાં આવે અને પશુમાલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.