બાબરા તાલુકાના શિક્ષક વિનુભાઈ ચાવડાની ધોરણ ૯ માં અભ્યાસ કરતી દિકરી ચાવડા દ્રષ્ટીએ રાજ્ય કક્ષાની નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ રાજ્ય લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરી ચાવડા પરિવાર સહિત બાબરા ગામનું ગૌરવ વધાર્યું છે. આ તકે સંજયભાઈ ચાવડા, મુળુભાઈ, વશરામભાઈ મકવાણા, ગૌરાંગભાઈ, પંકજભાઈ સહિતનાઓ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.