બાબરા તાલુકાના વાવડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આઠ ગામોના અરજદારોના પ્રશ્નનું એક જ સ્થળે નિરાકરણ થાય તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં બાબરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં. પ્રા.આ.કેન્દ્ર કોટડાપીઠા દ્વારા બાકી રહેલા લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ સેવાસેતુ કાર્યક્રમની કલેકટરે મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. આ તકે વાવડા સરપંચ ભાયાણી, સદસ્યો હાજર
રહ્યાં હતા.