અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સમીક્ષા મુલાકાત કરી હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વાવડા, ખાનપર, કલોરાણા, રાયપર, સમઢિયાળા, સુકવળા, નીલવડા અને કોટડાપીઠા જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે કલેક્ટર સાથે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.