બાબરાના વાંડળીયા ગામેથી પોલીસે તીનપત્તીનો જુગાર રમતાં ૩ ઈસમોને ઝડપી પાડયા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા ૧૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હસમુખભાઇ વેલજીભાઇ રાઠોડ, અનિલભાઇ ઝવેરભાઇ રાઠોડ તથા રાજભાઇ ભુપતભાઇ રાઠોડ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૧૦,૨૦૦ સાથે ઝડપાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.આર. દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.