બાબરાના વાંકીયા ગામે રહેતા એક પુરુષને ગાયે માથું મારતા પડી જવાથી મોત થયું હતું. બનાવ અંગે વિશાલભાઈ બીજલભાઈ કટેશીયા (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, બીજલભાઈ મોહનભાઈ કટેશીયા (ઉ.વ.૫૮)ને વાડીએ ગાયે અચાનક માથું મારતા નીચે પડી જતા માથાના ભાગે વાગી જતા ઇજા થતા મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.જી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.