અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામે બાબરા-વાસાવાડ રોડ જોડતો ૨ કિ.મી.નો એપ્રોચ રોડ ૨.૮૫ કરોડના ખર્ચે મંજૂર થયો છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયત્નો બાદ રાજ્ય સરકારે રકમ  મંજૂર કરી છે.  લાંબા સમયથી ખરાબ હાલતમાં રહેલા આ માર્ગથી સ્થાનિકો, વાહનચાલકો અને ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી. નવો માર્ગ બનવાથી  વલારડી, વાસાવાડ તથા આસપાસના ગામોને રાહત મળશે.