બાબરાના વલારડી ગામે રહેતા એક પુરુષનો પગ લપસતાં માથામાં ઈજા થવાથી કરૂણ મોત થયું હતું. બનાવ અંગે ગૌતમભાઈ બાબુભાઈ કાવઠીયા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા બાબુભાઈ બેચરભાઈ કાવઠીયા (ઉ.વ.૫૪) વાડીએથી ઘરે ચાલીને આવતા હોય
તે દરમિયાન બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે ગામના પાદરમાં બસ સ્ટેશન પાસે પહોંચતા ગટરમાં પગ લપસી જતા પડી જવાથી માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવાથી મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.આર.ડેર વધુ તપાસ કરી રહ્યા છે.