બાબરાના વલારડી ગામે રહેતી એક પરિણીતાને ગામનો જ યુવક દારૂ પીધેલી હાલતમાં લાકડી લઈને મારવા દોડ્‌યો હતો. જેથી મગજમાં સતત આ બનાવ ઘુમ્યા કરતો હોવાથી ફિનાઇલ પી લીધું હતું. બનાવ અંગે અંજલીબેન રાહુલભાઈ હલૈયા (ઉ.વ.૨૫)એ મહેશભાઈ કરશનભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ છ વાગે બજાર વાળતા હતા ત્યારે આરોપી દારૂ પીધેલી હાલતમાં આવીને બોલાચાલી કરવા લાગ્યો અને મારવા દોડ્‌યો હતો. આ બનાવ સતત તેમના મગજમાં ભમ્યા કરતો હોવાથી પોતાની મેળે ફિનાઇલ પી લીધું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.આર. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.