બાબરા તાલુકાના લોનકોટડાથી ઇસાપર રોડનું જિલ્લા પંચાયત સદસ્ય હિંમતભાઇ દેત્રોજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ છેલ્લા ઘણા સમયથી બદતર હાલતમાં હોય અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાતા આ રોડને મંજૂરી આપવામાં આવી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે ભરતભાઇ બુટાણી, હિતેશભાઇ કલકાણી, રાજુભાઇ વિરોજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.