બાબરાના લુણકી ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગવાથી પરિણીતાનું મોત થયું હતું. બનાવ અંગે સંજયભાઈ વાઘજીભાઈ કથીરિયા (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, તેના પત્ની દયાબેન (ઉ.વ.૪૦) વાડીએ ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા અચાનક વીજશોક લાગતાં મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.આર. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.








































