ઠંડીની શરૂઆત સાથે જ અમરેલી જિલ્લામાં પણ હાર્ટ એટેકના બનાવ સામે આવી રહ્યા છે. બાબરાના લાલકા ગામે હાર્ટ એટેકથી પ્રૌઢનું મૃત્યુ થયું હતું. નાજાભાઈ ધનાભાઇ સાનીયા (ઉ.વ.૩૯) એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા ધનાભાઇ રૂડાભાઇ સાનીયા (ઉ.વ.૬૧) ને હાર્ટ એટેક આવતાં મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.આર. દાંતી વધુ તપાસ કરી રહ્યા છે. લાઠીના શેખપીપરીયા ગામે ઝેરી દવા પીધાનો બનાવ સામે આવ્યો હતો.








































