બાબરાના રાયપર ગામે ભાઈએ સગા ભાઈને તું અહીંયા કેમ આવ્યો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ માથામાં લાકડાનો ધોકો માર્યો હતો. બનાવ અંગે દિલીપભાઈ બાઘાભાઈ વાઘેલા (ઉ.વ.૩૨)એ પ્રકાશભાઈ બાઘાભાઈ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યે તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન તેના ભાઈ વિક્રમભાઈનો ફોન આવ્યો કે મારી સાથે મોટા ભાઈઓ ભાવેશભાઈ તથા પ્રકાશભાઈ માથાકૂટ કરે છે. જેથી તમે ઘરે આવો. તેમણે વિક્રમભાઈના ઘરની બહાર પહોંચી વિક્રમભાઈને ફોન કરી ઘરની બહાર બોલાવી સમજાવેલ કે કેમ ઘરના ઘરના માથાકૂટ કરો છો, આ બાબતે આપણે સવારે વાત કરીશું. આ સમયે આરોપીએ લાકડાનો ધોકો લઈ આવી તેમને કહ્યું કે, ‘તું અહીંયા કેમ આવ્યો છો. આજે તો તને જાનથી મારી નાખવાનો છે’ તેમ વાત કરી માથા ઉપર લાકડાનો ધોકો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.પી. ડેર બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.