બાબરા તાલુકાના રાયપર ગામના વતની જયેશભાઈ રાદડીયા પોતાની પત્ની અને પુત્ર સાથે બહારગામ જતા હતા ત્યારે રસ્તામાં નદીના ધસમસતા પ્રવાહમાં તેમની કાર તણાઈ જતા ત્રણેયના મોત થયા હતા જા કે પરિવારમાં હવે માત્ર ત્રણ દિકરીઓ જ બચી હોય જેથી આ દિકરીઓના અભ્યાસ અને લગ્ન સુધીની જવાબદારી અમરેલી જિલ્લાના બે દાતાઓએ ઉપાડી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. રાયપર ગામના જયેશભાઈ રાદડીયા પત્ની અને પુત્ર સાથે સંબધીને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ હોય કાર નદીમાં તણાઈ ગઈ હતી જેથી ત્રણેના ડૂબી જતા મોત નિપજ્યા હતા. મૃતક જયેશભાઈને ત્રણ દિકરીઓ હોય આ બાબતે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ દિકરીઓના ભવિષ્યને લઈ ચિંતા વ્યકત કરતા સમાજના આગેવાન અને દાતા વસંતભાઈ ગજેરા અને કાળુભાઈ ભંડેરીએ ધારાસભ્યની ચિંતા દૂર કરી હતી. બે દિકરીઓના ભણતર અને લગ્નની જવાબદારી વસંતભાઈ ગજેરા અને એક દિકરીના લગ્ન અને અભ્યાસની જવાબદારી કાળુભાઈ ભંડેરીએ ઉપાડી લીધી હતી. આમ, રાદડીયા પરિવાર પર આવી પડેલી આફતમાં ધારાસભ્ય અને દાતાઓ આગળ આવતા સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. આ તકે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, સુરેશભાઈ દેસાઈ, અશોકભાઈ રાખોલીયા, મનુભાઈ દેસાઈ, પ્રવિણભાઈ કરકર, પ્રભાતભાઈ કોઠીવાળ, ભૂપેન્દ્રભાઈ બસીયા, કાળુભાઈ સુહાગીયા, મુકેશભાઈ ખોખરીયા નરેશભાઈ સાંકરીયા, ગણપતભાઈ સેંજલીયા, ભરતભાઈ બુટાણી, હિંમત દેત્રોજા, જયસુખભાઈ મોણપરા, વિજયભાઈ દેસાઈ, બિપીનભાઈ રાદડીયા, શંભુભાઈ પાંચાણી, હિતેશભાઈ કલકાણી, મહેશભાઈ ભાયાણી સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનોએ રાદડીયા પરિવારને સાંત્વના પાઠવી હતી.