બાબરાના મોટા દેવળીયા ગામે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવાના એક કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને ઈસમો મોટરસાયકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે ચેકિંગ દરમિયાન સવજીભાઇ રામજીભાઇ કુંભાણી તથા દેવલાભાઇ મનીયાભાઇ રાઠવા મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે તેમને અટકાવ્યા હતા. તલાશી લેતા તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૯૫ બોટલ મળી આવી હતી. આ ઉપરાંત બિયરના ટીન ૧૮ નંગ પણ મળ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩૪,૭૩૬નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં પાંચ મહિલા સહિત ૩૪ ઇસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે ૧૮ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.