બાબરા તાલુકાના મોટાદેવળીયા ગામે આવેલ એસબીઆઈ બેંકના મેનેજરે તેમની બેંકના કર્મચારી મૂળાભાઈ વીરાભાઈ સામે અલગ અલગ વ્યક્તિઓની ખોટી સહીઓ કરી તેમની લોન મંજૂર કરાવી તેમના રૂપિયા ઉપાડી લઈ ગ્રાહકો સાથે અને બેંક સાથે છેતરપિંડી કરવા સબબની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બચાવ પક્ષના વકીલ એડવોકેટ સલીમ જસાણીની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ જસદણ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો.