બાબરા તાલુકા સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સુપ્રસિદ્ધ જગ્યા એવા મેલડી માતાજીના મંદિર ખાતેથી ૮ પશુ બકરાની ચોરી થતા શ્રધ્ધાળુઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. આ બકરા માતાજીના ચરણે માનતા રૂપી અર્પણ કરવામાં આવેલા હતા. આ આઠ સહિત અહીંના નિલવડા રોડ પર રહેતા દેવીપૂજક પરિવારના ઘેર બાંધેલ એક બકરો મળી કુલ ૯ બકરાની ચોરી થઇ છે.
બાબરામાં તળાવની પાળ ઉપર બિરાજતા મેલડી માતાજીની માનતા રૂપે શ્રધ્ધાળુ દ્વારા આપવામાં આવેલા આઠ અબોલ બકરાની જાળવણી કરવામાં આવે છે અને તેના રહેઠાણની વ્યવસ્થા પણ કરાઇ છે. ગતરાત્રે આ બકરાની ચોરી થઇ હતી. ત્યારે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.