બાબરાના નીલવડા ગામે લોનનો હપ્તો ભરવા લીધેલા હાથ ઉછીના પૈસા મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ભરતભાઈ કાંતિભાઈ બગડા (ઉ.વ.૩૯)એ વાંકીયા ગામના ડાયાભાઈ ઉર્ફે દલુ ભીખાભાઈ હેલૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને લોનનો હપ્તો ભરવા માટે પૈસાની જરૂર હતી. જેથી ગીતાબેન મુકેશભાઇ હેલૈયા રહે.વાંકીયા વાળા પાસેથી ચાર હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા અને તેમની પાસે પૈસાની વ્યવસ્થા ન હોવાથી તેઓ ગીતાબેનને આ રૂપિયા પરત કરી શક્યા નહોતા. જેથી ગીતાબેનના દિયર ડાયાભાઇએ તેમને ફોન કરી પૈસા આપી દેવા જણાવ્યું હતું અને પૈસા ન આપે તો તેમને મારી નાખવાની ધમકી આપી, જેમ ફાવે તેમ ગાળો આપી હતી.








































