બાબરાના નીલવડા ગામે સિક્યુરિટી ગાર્ડ જમવા ગયા બાદ પવનચક્કીનો ૬૫૦ મીટર કોપરનો અર્થિગ વાયર કાપીને તસ્કરો નાસી ગયા હતા. બનાવ અંગે રાજકોટમાં રહેતા અજરુભાઈ માનજીભાઈ પરમાર (ઉ.વ.૩૭)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બાબરા તાલુકાના નીલવળા ગામે પવનચક્કી લોકેશન નંબર SK૦૫ તથા GK૦૬ એથી ગઇ તા.૨૧/૦૪/૨૦૨૫ ના રાત્રીના આશરે નવ વાગ્યાથી અગીયારેક વાગ્યાના સમયગળા દરમ્યાન બંન્ને લોકેશન પરના સિકયુરીટી ગાર્ડ જમવા માટે ગયા હતા ત્યારે કોઇ અજાણ્યો માણસ આ બંન્ને પવનચક્કીના લોકેશન પર આવ્યો હતો અને બંન્ને પવન ચક્કીની અંદર જવાનો દરવાજાનો લોક તોડી અને બંન્ને પવનચક્કીની અંદર ૬૫૦ મીટર કોપરનો અર્થિગ કેબલ કોઈ ધારદાર હથિયાર વડે કાપીને લઈ ગયો હતો. પોલીસ ચોપડે આની કિંમત ૬૫૦૦૦ જાહેર થઈ હતી.