બાબરાના નાની કુંડળ ગામે સીમમાં બાપ-દીકરાને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. રાજકોટના દંપત્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. રાણાભાઇ નથુભાઇ બાખલકીયા (ઉ.વ.૪૫)એ ખીમાભાઇ પાંચાભાઇ ડાકી તથા પાયલબેન ખીમાભાઇ ડાકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની વાડીએ ખેતીકામ કરતા હતા. આ દરમિયાન તેમની બાજુની વાડી ખેતર વાળા ખીમાભાઈ ડાકી તેમનું ટ્રેક્ટર લઇ તેમની માલીકીના ખેતરની વચ્ચેથી ચલાવીને જતા હતા. તેમણે તેના ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇને ખરાબ ખરાબ ગાળો આપી હતી. તેમનો દિકરો ત્યાં આવતા તેને પણ આરોપીએ ગાળો હતી. તેઓ તથા તેમનો દિકરો તેમના ઘરે જતા હોય તે દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર વી રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































