બાબરાના નાની કુંડળ ગામે જમીન બળજબરીથી પડાવી લેવાના ઈરાદે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે રાજકોટમાં રહેતા પાયલબેન ખીમાભાઈ ડાકીએ નાની કુંડળ ગામે રહેતા મુકેશભાઈ લીંબાભાઈ ભાલીયા, રાણાભાઈ નથુભાઈ બાખલકીયા, કુલદીપભાઈ રાણાભાઈ બાખલકીયા, કેવલ રાણાભાઈ બાખલકીયા સહિત પાંચ લોકો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની જમીન નાની કુંડળ ગામમાં આવેલ છે. આ જમીનને બળજબરીથી પડાવી લેવાના ઈરાદે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગાળો આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.આર. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.