બાબરાના નાની કુંડળ ગામેથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે ૨૪ લીટર દેશી દારૂ, ૩૮૦ લીટર વોશ સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ ૧૬,૧૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૭ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં મળી આવ્યા હતા. પાંચ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા. અમરેલીમાંથી ૪ લીટર અને ઢાંગલા ગામના ગેઇટ પાસેથી ૯ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.