બાબરા તાલુકાના નાની કુંડળ ગામથી જિલ્લા હદ સુધીના મહત્વના રોડને રિસરફેસ કરવા માટે રાજ્ય સરકારે રૂ. ૧.૨૪ કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરીને આ રોડના રિસરફેસીંગ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે નાની કુંડળ અને આસપાસના ગામો માટે આ રોડ ખૂબ જ મહત્વનો છે અને તેના બનવાથી લોકોને અવરજવરમાં ઘણી સરળતા રહેશે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર લોકોની સુવિધા માટે સતત વિકાસ કાર્યો કરી રહી છે અને આગામી સમયમાં પણ આવા કાર્યો ચાલુ રહેશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































