બાબરાના નડાળા ગામે ટોપલીન અને ટ્રેક્ટરની પેટી વચ્ચે હાઈડ્રોલીકના દબાણથી દબાઈ જતા યુવકનું મોત થયું હતું. બનાવ અંગે રાજકોટના જસદણ તાલુકાના દેવપરા ગામના વનરાજભાઈ ધીરુભાઈ જતાપરા (ઉ.વ.૩૦) એ જાહેર કર્યા મુજબ, વૈકુઠ ઉર્ફે કાળુભાઈ ધીરુભાઈ જતાપરા (ઉ.વ.૩૨) ટ્રેક્ટરની હાઈડ્રોલીક એકદમ ઉભી થઈ જતા મરણજનાર ટોપલીન અને ટ્રેક્ટરની પેટી વચ્ચે હાઈડ્રોલીકના દબાણથી દબાઈ જતા મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.









































