બાબરા શહેરના જાણીતા વેપારી આગેવાન સ્વ. વિપુલભાઈ રાઠોડના પુત્ર ધ્રુવિલ વિપુલભાઈ રાઠોડ તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરીને ઇન્ડિયન એરફોર્સમાં પસંદગી પામ્યા છે. ટૂંક સમયમાં ધ્રુવિલ ઇન્ડિયન એરફોર્સમાં જોડાઈને દેશસેવામાં યોગદાન આપશે. તેમની આ સિદ્ધિ બદલ સમાજના આગેવાનો, વેપારી વર્ગ તથા વિવિધ રાજકીય આગેવાનો દ્વારા અભિનંદન વરસાવાયા હતા. અભિનંદન પાઠવનાર આગેવાનોમાં રાઠોડ પરિવારના જિલ્લા પંચાયત સભ્ય નીતિનભાઈ રાઠોડ, બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ, હકાભાઈ માજન, કોળી સમાજના પ્રમુખ ગોવિંદભાઈ બાવળીયા, સરપંચ વિપુલભાઈ કાચેલા, અશોકભાઈ બારૈયા, વલ્લભભાઈ બારૈયા, ઉકાભાઈ ગોલાણી સહિત અનેક આગેવાનોનો સમાવેશ થાય છે. ધ્રુવિલની પસંદગીથી બાબરા શહેરમાં ગૌરવ અને આનંદનો માહોલ છવાયો છે.








































