બાબરાના ધરાઈ ગામે ગટરમાં શું કામ ખાડા કરો છો કહી ગાળો બોલી, ઢીકાપાટુનો માર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે હરેશભાઈ હેમાભાઈ ગોહીલ (ઉ.વ.,૪૫)એ કાળુભાઈ ભલાભાઈ, રેવાભાઈ ભલાભાઈ, વિજાભાઈ દેવશીભાઈ સહિત છ લોકો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પત્ની ઘરની બાજુમાં આવેલા બજારમાં પાણીની ગટરમાં પાણી ભરાયું હોવાથી પાવડો લઇ સરખી કરતાં હતા. તે દરમિયાન કાળુભાએ આવીને ગટરમાં શું કામ ખાડા કરો છો તેમ કહી ગાળો આપી હતી. ઉપરાંત લાકડીનો એક ઘા માથામાં મારી ઇજા કરી કરી હતી. અન્ય આરોપીએ તેમને તથા સાહેદોને ઢીકાપાટુનો મુઢ માર મારીને અપશબ્દો કહ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર વી સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.