બાબરા તાલુકાના ચરખા ગામે વાડીએ રમતાં સગીરથી રમતાં રમતાં ટ્રેકટર ચાલુ થઈ ગયું હતું. જેના કારણે તે નીચે પડી જતાં તેના પર ટ્રેકટરનું વ્હીલ ફરી વળતાં મરણ પામ્યો હતો. સગીરના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ બનાવ અંગે મહેશભાઈ શામજીભાઈ શિયાણીએ જાહેર કર્યા મુજબ, તેમના મોટાભાઈનો સગીર પુત્ર વાડીએ ટ્રેકટર પાસે રમતો હતો ત્યારે રમતાં રમતાં ટ્રેક્ટર પર ચડી જતાં ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હતું. જેથી તે નીચે પડતાં ટ્રેકટરનું ટાયર તેના પર ફરી વળતાં ગંભીર ઈજા થવાથી મરણ પામ્યો હતો.
બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.પાનસુરિયા વધુ તપાસ કરી રહ્યા છે.