બાબરાના ચમારડી ગામે રહેતા મનસુખભાઈ ડાયાભાઈ મેવાડા (ઉ.વ.૫૬)એ તેમના સગા ભાઈ મોહનભાઈ ડાયાભાઈ મેવાડા, મુક્તાબેન મોહનભાઈ મેવાડા તથા શૈલેશભાઈ મોહનભાઈ મેવાડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, મનસુખભાઈના ઘરે ચામુંડા માતાના મઢે તેમનો નાનો ભાઈ મોહનભાઈ ડાયાભાઈ મેવાડા તથા તેમના પત્ની અને દીકરો નૈવૈદ્ય ધરવા માતાજીના મઢે આવ્યા હતા. તેમના નાના ભાઈ સાથે ઘણા સમયથી બોલતા ન હોય એટલે તેમણે તેના ભાઈને ઘરે આવવાની ના પાડતા સારુ નહોતું લાગ્યું. તે જોર જોરથી બોલવા લાગ્યો અને તેમની પત્નીને પેટમાં પાટુ માર્યું હતું તથા તેમને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.પી.ડેર વધુ તપાસ કરી રહ્યા છે.