બાબરા તાલુકાનાં ચમારડી ગામે આગામી તા.૩૧ ઓકટોબરનાં રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. સાથે જ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાનુભાવોની મૂર્તિનું અનાવરણ પણ કરવામાં આવનાર છે. જેમાં ઉપÂસ્થત રહેવા માટે કાર્યક્રમનાં આયોજક ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા બારડોલી Âસ્થત સ્વરાજ આશ્રમનાં નિરંજનાબેન કે જેઓ બાળપણની ઉંમરે સરદાર સાહેબ સાથે રહ્યા હતા. તેમને રૂબરૂ મળી કાર્યક્રમમાં આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.