લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રાજ્ય સરકારમાં રજૂઆતો કરી બાબરાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાના કામો મંજૂર કરાવ્યા છે. આગામી દિવસોમાં આ રોડના કામો શરૂ થશે.
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે હજુ બે દિવસ પહેલા જ રસ્તાના કામો શરૂ ન થવાની બાબતમાં ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો. દરમિયાનમાં તેમણે કરેલી રજૂઆતોને પગલે રાજ્ય સરકાર દ્વારા બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડના કામો માટે રૂ. પાંચ કરોડ મંજૂર કરી વર્ક ઓર્ડર ઇસ્યુ કરાતા પંથકના લોકોમાં આનંદની લાગણી છવાઇ છે.