બાબરામાં પ્રથમવાર ગેલેક્સી સિનેમા હોલ ખાતે સિનિયર સિટીઝનનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. લેડીઝ ક્લબના સભ્યોએ પણ મહિલાઓનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગેલેક્સી સિનેમા હોલના માલિક તેરૈયા દાદાનો મુખ્ય ફાળો રહ્યો હતો. ઉડાન લેડીઝ ક્લબના સંચાલક નીતાબેન સુચકના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સ બાબરાના પ્રમુખ મુનાભાઈ મલકાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.