અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બાબરા તાલુકા વિસ્તારમાં ગુનાઓ આચરતા ઇસમ ચાંપરાજભાઇ હાથીભાઇ વાળા, ઉ.વ.૪૦, રહે.ગળકોટડી, તા.બાબરા, જિ.અમરેલી વિરૂદ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કર્યું હતું. અમરેલી એલ.સી.બી. ટીમે પાસા વોરંટની બજવણી કરી, મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપ્યા હતા. આરોપી સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ૩ ગુના નોંધાયેલા છે.