બાબરાના ખાખરીયા ગામે વીજશોક લાગતાં પરપ્રાંતીય યુવકનું કરૂણ મોત થયું હતું. યુવકના મોતના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના છાપરી રગવાસના અને હાલ ખાખરીયા ગામે વાડીએ રહેતા મોહનભાઈ સોહનભાઈ વાખલાએ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર અનિલ મોહનભાઈ વાખલા (ઉ.વ.૨૪) પાણીની ઇલેક્ટ્રિક મોટર બંધ કરવા જતાં વીજશોક લાગતાં મરણ પામ્યો હતો.