બાબરા તાલુકાના ખાખરીયા અને સમઢીયાળા ગામે તાલુકા પંચાયત હસ્તક નરેગા યોજના અંતર્ગત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાવળા તાલુકાના સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ બુટાણી, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલીયા, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જગદીશભાઈ નાકરાણી, તાલુકા ભાજપ મહામંત્રી હિતેશભાઈ કલકાણી, રાજુભાઈ વિરોજા, વિપુલ કાચેલા, વિઠ્ઠલભાઈ, યોગેશભાઈ, દેવશીભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.