બાબરાના ખંભાળા ગામે રહેતા બાબુબાઈ રણછોડભાઈ ઘોડા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, મૃતક આક્ષાબેન (ઉ.વ.૨૧) તથા રાજેશભાઈ શંભુભાઈ વેજીયા એકબીજા સાથે ફોનમાં વાત કરતા હતા. જે બાબતે રાજેશને સમજાવવા રામાપીરના મંદિરે ગયા હતા. રાજેશ ત્યાં આવ્યો નહોતો. જેથી તેમને વાડીએ પરત લઈ આવતા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી અને પોતાની મેળે પાણીમાં પડી જઈ મરણ પામી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ.રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.