બાબરાના કોટડાપીઠા ગામે બુલેટ સ્લીપ થતાં ગંભીર ઈજા પહોંચવાથી એક પુરુષનું મોત નીપજ્યું હતું.આ અંગે રાકેશભાઈ ચંદુભાઈ ડોબરીયા (ઉ.વ.૪૧)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા ચંદુભાઈ
પરશોત્તમભાઈ ડોબરીયા પોતાનું બુલેટ લઈને જતા હતા ત્યારે કોટડાપીઠા ગામના બસ સ્ટેન્ડ પાસે કાબૂ ગુમાવતા બુલેટ સ્લીપ થઈ ગયું હતું. જેથી તેમને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એમ. ગમારા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































