બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આવેલી નવનીત પ્રિયાજી હવેલીના લાભાર્થે આગામી તારીખ ૧૦-૦૪-૨૦૨૬, શુક્રવારથી ૧૬-૦૪-૨૦૨૬, ગુરુવાર સુધી ‘શ્રીમદ ભાગવત રસામૃતમ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ગ્રામજનોના સહકારથી રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા રૂડકીયા પ્લોટ ખાતે આ ધાર્મિક મહોત્સવ સંપન્ન થશે. કથાનો સમય દરરોજ સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ અને બપોરે ૩ઃ૦૦ થી ૬ઃ૦૦ કલાકનો રાખવામાં આવ્યો છે. આ મંગલ કથામાં વ્યાસપીઠ પર શાસ્ત્રી ભાવેશભાઈ એલ. પંડ્યા (મુખ્યાજી દાદા) બિરાજીને શ્રધ્ધાળુઓને કથાનું રસપાન કરાવશે. આ કથાના વિવિધ પ્રસંગો ધામધૂમપૂર્વક ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવશે. દરરોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે કથા વિરામ સમયે વિવિધ દાતાઓના સહયોગથી તમામ ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. હવેલીના મુખ્યાજી કિશનદાદા દ્વારા આ શ્રીમદ ભાગવત રસામૃતમનો લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.






































