બાબરા તાલુકાના કોટડાપીઠાથી વાવડા સુધીના જર્જરિત રોડના નવીનીકરણનું ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત ૪ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ રોડથી સ્થાનિક ગ્રામજનોની લાંબા સમયની મુશ્કેલીઓનો અંત આવશે. કોટડાપીઠાથી ખંભાળા થઈ થોરખાણ રોડનો જે ભાગ જંગલ વિસ્તારમાં આવતો હોવાને કારણે બાકી રહી ગયો હતો, તેને કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, આ રોડનું નવીનીકરણ સ્થાનિક લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોડ બનવાથી લોકોને અવરજવરમાં સરળતા રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી સહિતના હાજર રહ્યાં હતા.